એ મારી કવિતા

 અધરો પર આવીને અટકેલી વાતો...

કાગળ પર શબ્દો બની ચિતરાઈ, એ મારી કવિતા


હૃદયમાં અનુભવાયેલી લાગણીઓ...

આંસુ- હાસ્યમાં પરિવર્તાય, એ મારી કવિતા


સમજી કે સમજાવી ના શકાય...

છતાં કહેવાનું મન થાય, એ મારી કવિતા


મિત્રો સાથે વિતાવેલા પળો...

સંભારણા બનીને આંખોમાં છલકાય, એ મારી કવિતા


વાતો કરતાં કરતાં અચાનક...

અધર છંદોબદ્ધ પંક્તિ કહી જાય, એ જ મારી કવિતા


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ