ગીત હવે ક્યાં શોધું?

 કોયલની ચિરવિદાય થઈ વસંતમાં

સંભળાતા વસંતમાં એના મધુરા ગીત ક્યાં શોધું?


વન આખું નિર્જન ટાપુ એની વિદાયમાં

ગૂંજતા એ વનનું હવે મધુરુ ગીત ક્યાં શોધું?


સૂરોની રાણી હવે સ્વર્ગે સિધાવી

સૂર- તાલના સંગમનુ એ મધુરુ ગીત ક્યાં શોધું?


શારદા વિરાજે કંઠમાં જેનું નામ દિલેદિલમાં

શારદાના સૂર તણું એ મધુરુ ગીત ક્યાં શોધું?


ખુશ રહેશે ઈશ્વર મેળવી સૂરની લતાને

અંતરમનમાં ગૂંજતા લતાજીના એ મધુરા ગીત ક્યાં શોધું?


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ