પ્રેમ પતંગ
યમુના કાંઠે રાસ નથી આજે,
પતંગની લહેર જામી છે.
રાધા સંગ- સંગ કાનુડાએ,
પ્રેમ- પતંગબાજી જમાવી છે.
જળ કમળનો રંગ અલગ આજે,
ખુશીઓની લહેર લહેરાવી છે.
રાધા કાનાની પતંગબાજી આજે,
જોવા સ્વર્ગથી અપ્સરા આવી છે.
કોણ જીતે ને કોણ હારે આજે
જોવા ગોપીઓ પધરાવી છે.
રાધા કાનના પ્રેમ પતંગ આભે,
જીત- હાર છોડી પ્રેમ સોડમ ફેલાવે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો