ખ્યાલની વાત છે...

 

શબ્દો જે જોડે મન તોડે તે શબ્દો છે.
કહું તને શું એ તો ખ્યાલની વાત છે.

દિલમાં રહ્યો દરિયો જે મેં ક્ષિતીમાં શોધ્યો છે.
કહું તમને શું એ તો ખ્યાલની વાત છે.

ઉત્સાહના અતિરેકમાં શબ્દો મુંઝાય છે.
કહું તમને શું એ તો ખ્યાલની વાત છે.

સોમજ ને ભેષજ એતો વાણીથી પરખાય છે.
કહું તમને શું એ તો ખ્યાલની વાત છે.

નાવિક નિજ નૌકાનો શું તું તારણહાર છે?!
કહું તમને શું એ તો ખ્યાલની વાત છે.

મુંઝાય છે મન 'ને જોવાય મિત્રની રાહ છે.
કહું તમને શું એ તો ખ્યાલની વાત છે.

મળો જો તમે તો કરમાયેલ કુસુમ પણ ખીલાય છે.
કહું તમને શું એ તો ખ્યાલની વાત છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ