માટે મન મીચેલું છે.
લાગણી વિના જિંદગી બરફ ને હૃદય થીજેલું છે.
લાગણીનો સ્પર્શ મળે માટે મન મીચેલું છે.
વરાળ છે, ધુમ્મસ કે વાદળાં બંધાયા;
વારિ બની વરસે, માટે મન મીચેલું છે.
હસતો ચહેરો રાતે આવે છે શમણામાં,
અકબંધ થઈ રહે, માટે મન મીચેલું છે.
તરસ છે નજરોની ને જળ દીઠાં ઝાંઝવામાં,
પાસ જતાં ઝાંઝવું દૂર ન થાય, માટે મન મીચેલું છે.
હૂંફ મળે બહારથી તો બરફ બદલાય પાણીમાં,
મિલન થાય પ્રેમથી, માટે મન મીચેલું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો