તારા વિરહના શહેરમાં

 

હૃદયમાં સ્પંદનો તો હજારો મળે
પણ આપણે કેમ ન મળીએ
કારણ, મળવાનું થાય એ રણમાં...
તારા વિરહના શહેરમાં

હૃદય ઉભરાય ને આંખો છલકાય
યાદ આપણી અશ્રુ બની જાય
કારણ, મળવાનું થાય એ રણમાં...
તારા વિરહના શહેરમાં

ફરી યાદ થાય ત્યારે ફરિયાદ પણ થાય
જાણે યાદોના વમળમાં કોઈ પથ્થર ફેંકી જાય
કારણ, મળવાનું થાય એ રણમાં...
તારા વિરહના શહેરમાં

અધરો પણ મલકાય 'ને નયનો પણ ઉભરાય
પ્રત્યક્ષ મળવાની લ્હાયમાં તને; સ્મિત પણ રેલાય
કારણ, નથી મળવું તને ફરીએ રણમાં...
તારા વિરહના શહેરમાં

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ