લાગણીઓના હસ્તાક્ષર

 જીવન પથમાં ઠેર ઠેર મિત્રો મળતા જાય છે

તાંતણે બાંધી સ્નેહથી લાગણીના હસ્તાક્ષર કરતાં જાય છે


હસાવી રડાવી સાથથી જીવન ભરતા જાય છે

જીત મળે કે હાર સથવારે જીવન જીવતા જાય છે


આકાશ મારું જીવન તારલા રૂપી મારા મિત્રો મળ્યા છે

નિશા થયે ચમકે ને અંબર સુંદર સજાવી જાય છે


જીવન એ સૂનુ જેમાં સથવારો મિત્રોનો ન થાય રે

લાગણીની કૂણી કૂંપળ ફૂટવા પહેલા કરમાઈ જાય છે


જીવન- પ્રેમ, જીવન-સાથ, જીવનમાં મિત્રોની આશ છે

હૃદય પત્ર પર મિત્રો લાગણીના હસ્તાક્ષર કરતાં જાય છે

   


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ