જગતનું કામ થઈ જશે

 

માનવી જો માણસ બને તો જગતનું કામ થઈ જાશે
યુદ્ધ પર પૂર્ણ વિરામ ને શાંતિનું રાજ થઈ જાશે

કેટકેટલાંય લાશોના ઢગલા શાને જગતમાં વાળ્યા
એ પ્રશ્નોના જવાબમાં અંત સરેઆમ થઈ જાશે

લાલચ શેની મનવા તને હસ્ત અંતે ખાલીખમ મળ્યા
એ હાથોથી સેવા કરશે તો ઇતિહાસમાં અમર થઈ જાશે

અંધકારમય બન્યું જીવન ને સૂરજ દૂર જતો જડ્યો
દિપક બની અજવાળ જગને જરૂરત આપોઆપ વધી જાશે

નથી મામૂલી એ જિંદગી જેની કોડી કિંમત પણ ન કરી
ને અમૂલ્ય જીવન આમ યુદ્ધમાં કચ્ચરઘાણ થઈ જાશે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ