હાઈકુ - શિવજીના નામો પરથી

 

જટામાં ગંગા
શીશ પર ચંદ્રમા
શોભે શંકર

નીલકંઠ છે
મધુર વાણી જોડે
વિષ પ્યાલાથી

શિવ સોહે છે
અર્ધનારી સ્વરૂપ
શક્તિનો વાસ

શિવા મુખ ત્યાં
શિવ ખોળે સજે છે
જેમ પંકજ

ભક્તિ ભાવમાં
તલ્લિન મનમાં છે
સદાશિવાય

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ