પાછળ રહી ગઇ મૂડી
પાછળ જેની ખર્ચાઈ રહી છે; આખે આખી જિંદગી
સાથે મારી તોય આવી 'ને પાછળ રહી ગઇ મૂડી
નાતો તોડયો એની સાથે; જે કુદરતે આપી જિંદગી
સંકટ આણ્યું નિજ હસ્તે 'ને પાછળ રહી ગઇ મૂડી
પ્રજ્ઞા આડા પડદા પાડ્યા; કરવા પૈસાની દોટ પૂરી
જીવન પર છે મોતની છાયા 'ને પાછળ રહી ગઇ મૂડી
ખુશી જે તોલી બધી પૈસે; તોય રહી ક્યાંક અધૂરી
મેળવવા જેને કર્યા દૂર સગપણ,તોય પાછળ રહી ગઇ મૂડી
હાઈ પૈસો હાય પૈસો કરી; લાલસા થઇ ન પૂરી
હસતો પૈસો 'કે મારે મડદે; તારી પાછળ રહી ગઇ મૂડી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો