હાઈકુ- હોળી

 ઉડે ગુલાલ

હોળીનો તહેવાર

રંગ છલકે


રાધા રંગી જો

કાનુડાના રંગમાં

રંગ છલકે


હોળી ઉત્સવ

વ્રજ રંગાયું આજ

રંગ છલકે


આનંદ ખુશી

મંગળ ઉત્સવમાં

રંગ છલકે


મન ભેદને

ભૂલી જા ધૂળેટીમાં

રંગ છલકે


નાત જાતનાં

ભૂલ્યા ભાન હોળીમાં

રંગ છલકે


મન રંગ્યા જો

મધૂર મિલનમાં

રંગ છલકે


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ