પતંગ
બેટા તને થયું છે શું? આમ અચાનક આજે તું ના પાડે છે, પતંગ ચગાવવાની! તે પણ ઉતરાયણના દિવસે! કેમ શિવાંશ? તારો તો આ મનગમતો તહેવાર છે ને! તો અચાનક શું થયું? શિવાંશ પર જાણે કે પ્રશ્નોનો વરસાદ થવા લાગ્યો. દસ વર્ષના શિવાંશએ કોઈના પ્રશ્નોના જવાબ ન આપ્યા, ત્યારે તેની માતાએ તેને પોતાની પાસે બોલાવ્યો અને પ્રેમથી પૂછ્યું, શું થયું બેટા, તું કેમ આટલો ઉદાસ છે?
મમ્મી આજે મેં અગાસી પર એક કબૂતર જોયું એના પગમાંથી લોહી નીકળતું હતું. કેમ કે એના પગમાં દોરો ફસાયેલો હતો. એને બહુ દુખતું હશે ને મમ્મી? આપણે ત્યાં પણ મિઠ્ઠુ છે ને! એને લાગે તો? મને એ કબૂતરમાં મારું મિઠ્ઠુ દેખાયું મમ્મી. આપણાથી એક દિવસમાં કેટલા બધા પક્ષી ઘવાતા હશે ને? અને અમુક તો મરી પણ જતા હશે ને! જો હું પતંગ નહી ચગાવુ તો એક મીઠું તો બચી જશે ને મમ્મી?
શિવાંશના પ્રશ્નોનો જવાબ એમના આંખમાંથી પડતાં હર્ષના આંસુ આપતા હતા. અને દસ વર્ષના શિવાંશ પર આખા ઘરના લોકો વારી વારી જતા હતા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો