પડઘા વિનાની વેદના....
જન્મ મળ્યો છે મનુનો, સ્ત્રીનો કેમ સમજે છે?
અધિકાર છે મને જીવનનો, સ્વતંત્રતા કેમ છીનવે છે!
ઈચ્છા, ખુશી, હર્ષોલ્લાસ, છોડ્યા છે મેં માવતરમાં
જીવન સજાવવા 'આપણું' ત્યજ્યા કેટલાંય શમણાં
સાગર તું ને નદી હું, જીવન એમ જ જો ચાલે
તો અસ્તિત્વ પર મારા, પ્રશ્નો મને દરરોજ સાલે
સપના-અરમાન તવ જીવનનાં, ક્યાં તે ખોવ્યા?
જિંદગીને જીવન બનાવતા અશ્રુ પણ મેં સંજોવ્યા.
પુરુષ છે તું; કરી શકે છે, છે જે તારે કરવું
સ્ત્રી છે ને; બહાદુર છે તો, તેથી તારે નડવું!
સહી છે આ વેદના જાણે, કેટલાય વર્ષો તન-મને
પડઘા વિનાની વેદના, પડઘાવને મોકલ મને...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો