સાંજ ઢળે સરિતાના તટે

 

વહેતા રહે ઝરણા; કલકલ કરતા વનમાં,
લાલિમા છવાઈ દગમાં...
             જ્યારે સાંજ ઢળે સરિતાના તટમાં

જોડાઈ નાતો પ્રકૃતિ જોડે; અદ્ભૂત એ લાવણ્યમાં,
લાલિમા છવાઈ આલમમાં...
             જ્યારે સાંજ ઢળે સરિતાના તટમાં

મનમાં છવાય ઉમંગ; જોઉં સાંજ-સરિતાને સંગ,
લાલિમા છવાઈ તનમનમાં...
             જ્યારે સાંજ ઢળે સરિતાના તટમાં

છે એ કુદરતની લીલા; ઢાળી ઈશે હર ક્ષણમાં
લાલિમા છવાઈ જનજીવનમાં...
            જ્યારે સાંજ ઢળે સરિતાના તટમાં

ઉપારૂ ખોજે ખોરડું; કે મળે એને જોમ વિશ્રામમાં
લાલિમા છવાઈ આપગામાં...
             જ્યારે સાંજ ઢળે સરિતાના તટમાં

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ