મને ગમે છે...

 કાજળ ભર્યા નયનનો મલકાટ મને ગમે છે.

ન કહેવાયેલી વાતોનો ઉચાટ મને ગમે છે.

ખુશીમાં ટપકેલું નવું નકોર આંસુ મને ગમે છે.

ભીની આંખોમાં થયેલ એ ખુશી મને ગમે છે.

કાજળ ભર્યા નયનના અઢળક પ્રશ્નો મને ગમે છે.

જવાબ ન મળતા થતો એ ઉકળાટ મને ગમે છે.

વિચારોના વમળમાં ડૂબેલ તે ચક્ષુ મને ગમે છે.

કામણગારી આંખોની હર અદા મને ગમે છે.

કાજળ ભરેલ આંખોમાં શબ્દો મને ગમે છે.

કાજળ ભર્યા નયને કરેલ કવિતા મને ગમે છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ