હું અને તું એપ્રિલ ફૂલ બનીએ

ચાલ આજે એક રમત રમીએ, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ.

પેટ પકડીને જોરથી હસીએ, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ.


રડવાના મોકા જ વધુ દેખાય છે આ જિંદગીમાં,

ચાલ એક હસવાનો મોકો રચીને, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ.


મીઠી તકરારનો ભાગ છે, આ રંગબેરંગી જિંદગીમાં;

રુસણાં મનામણાં કરીને, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ.


મુરખ બને છે એ જે વિશ્વાસ કરે, આંખ મીંચીને જિંદગીમાં;

બાળક બની, સૌ વાત માનીને; તું ને હું એપ્રિલ ફૂલ બનીએ.


બહાનું છે એક પળનું, વાત કઈ ખાસ હશે એની જિંદગીમાં

યાદગાર બનશે એ પળ માની લે, જો તું ને હું એપ્રિલ ફૂલ બનીએ.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

પાંચમો દીવો - આત્મવિશ્વાસ

ઘેલો જ ખુદાનો ખાસ હોય છે...