પાનખર અને વસંત

 શોક મનાવે તરુ કે આનંદમાં ઉત્સવ કરે

પાનખરમાં વસંત આવી જુઓ કેવા ટહુકા કરે


પાન પીળુ ખર્યું ત્યાં ઉગી નવી કૂંપળ વધે

નવો જન્મારો, નવી આશા બાંધી માળી સ્મિત કરે


ઋતુચક્ર જાણે જીવનચક્ર આંગણે આવી ક્ષણ મહે

જીવન લઈને જીવન બક્ષે પ્રારબ્ધ સૌનું એ લખે


સોળ કળાએ ખીલે પુષ્પો ફોરમ ફેલાવી મુગ્ધ કરે

સુકા પર્ણો સુંદરવનમાં જીવનપથનો નિર્દેશ કરે


પાનખર છે કે વસંત અહીં દ્રષ્ટિકોણ જ ભેદ કરે

સૌંદર્ય અનુપમ બંનેનું જો ખુલ્લા મનથી કોઈ દીસે



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ