અનોખો મારો દેશ

 

શકુંતલા દુષ્યંતના પુત્ર ભરતથી મળ્યું જેને નામ
'સિંધુ'થી અપભ્રંશ 'હિન્દુ' બની મેળવ્યું નવું નામ

તમિલ સિવાયની અન્ય ભાષાના મૂળમાં દેવવાણી
સંસ્કૃતથી જન્મ મેળવી બની અન્ય ભાષા-બોલી

વિશાળ સમાજ, અનેકતામાં એકતા એ આગવી ઓળખ
ધર્મ,જાતિ,ભાષા સંસ્કૃતિમાં વિવિધતા છે એનું ગૌરવ

વિવિધતા જેની શાન અને લોકશાહી એની આન
સિંધુ ખીણની સંસ્કૃતિ ઉદ્ભવી ભારત માંને નામ

હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ ભારતને નામ
પ્રેમથી સ્વીકાર્યા પારસીને; ઈસ્લામ, ખ્રિસ્તી, યહુદીના ધામ

સહનશીલ સરદાર, મક્કમ મહાત્માની છાપ મારા દેશમાં
ભગતસિંહ, આઝાદ, નેતાજીની વસે છે દરેક વેશમાં

કહું એટલું ઓછું છે, શરૂ જો કરું ભારતનું ગાન
વંદનીય છે,સન્માનીય છે, રમણીય મારુ ભારત ધામ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ