મિથ્યાભિમાન
જોયો તમારો પુત્ર આજે મેં છોકરી સાથે બાગમાં,
કંઈ પણ બોલો મા તમે આવો થોડી શાનમાં.
હતો કોઈ છોકરી જોડે એ તો એના રાગમાં,
વાતમાં કેટલી સચ્ચાઈ પૂછું આવે એ મારાં લાગમાં.
કોણ હતી એ છોકરી સાથે બેઠો તું જે બાગમાં,
કેમ જાણવા મળે મને એ વાતો અન્યની પાસમાં?
માફ કરો મને પપ્પા મારાં ભૂલ્યો હું બે- ધ્યાનમાં,
પિતા નથી ફક્ત, મિત્ર પણ મારાં; આવ્યો છું હું ભાનમાં.
વિશ્વાસ અધૂરો કેમ રાખ્યો ફક્ત તેં આ વાતમાં,
તોડ્યો મારો ભરોસો ને મિથ્યાભિમાન પણ સાથમાં.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો