ઉડે શબ્દ રંગ
રંગ રંગથી રંગી છે દુનિયા કહો કયો રંગ ખૂટે છે?
જે નથી ધર્યો તમે મનમાં બસ એ રંગ ખૂટે છે.
કશે ખૂટે છે પ્રેમ- દયા ને કશે માનવતાનો રંગ ખૂટે છે.
નિષ્ઠુર જગમાં નિષ્કામ નથી માનવ ને માનવતાનો રંગ ખૂટે છે.
કશે ખૂટે છે સત્ય-અહિંસા ને કશે સાદગીનો રંગ ખૂટે છે.
અસત્યની વેલી ચડતો માનવ ને સત્યનો રંગ ખૂટે છે.
નથી મળતા સાતે સુખ માનવ ખૂટતો રંગ જ જીવન છે.
મળ્યા સંબંધ રંગ સાચવી તું જાણે તો ઉડતા રંગ જ જીવન છે.
માનવતા મહી મનમાં રાખે તો જીવનમાં રંગ અખૂટ છે.
પ્રેમ, વિશ્વાસ, કરુણા, દયા જો શબ્દ રંગ અખૂટ છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો