તિમિર હું તેજ ફેંકીને હણુ છું.
હાલકડોલક નાવડીમાં હિંમતે આગળ વધુ છું
નીરને ચીરીને માર્ગ હું નો ખુદ બનું છું
જીવનના પથવારમાં સથવાર મળે કે ન મળે
હિંમતની એ ગુંજ પર વિશ્વાસ મૂકી હું બનું છું
તિમિરની વર્ષા ઝરમર ઝરમર વરસે છે
તેજની છત્રી લઈ હું રોજ આગળ વધુ છું
મળ્યો છે હક તે લેવો મારો અધિકાર છે
અધિકાર લેવા માટે હું રોજ જીવનથી લડું છું
અંધકારમય લાગે છે જીવન રોજ અંધારી રાતે
અહર થકી તિમિર હું તેજ ફેંકીને હણું છું
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો