સાધના - લેખ

 

સાધના શબ્દ પોતે ખૂબ જ ઉચ્ચ કોટિનો છે, તેથી તેનો અર્થ સામાન્ય હોય જ ન શકે. સાધના એટલે ખૂબ જ ઊંડો અર્થ ધરાવતી પ્રક્રિયા છે. પરંતુ જરૂરી નથી કે દરેક ઉચ્ચ કોટિના શબ્દો અને તેના ગૂઢાર્થો સમજવા અતિશય મુશ્કેલ જ હોય!

     સરળ ભાષામાં કહીએ તો સાધના એટલે તપ. કંઈક મેળવવા માટે સંપૂર્ણ મનથી કરવામાં આવતું કાર્ય. જે ફક્ત વિશ્વાસ થકી જ સફળ થઇ શકે. સાધના અને વિશ્વાસને ખૂબ જ ઊંડો સંબંધ છે. જો વ્યક્તિને પોતાના પર અને પોતાની ઇચ્છાશક્તિ પર વિશ્વાસ હોય તો જ તે પોતાની સાધના સફળ કરી શકે. એમ તો સાધનાને સીધો સંબંધ ઈશ્વર સાથે છે. તેથી સાધના શબ્દને ઈશ્વર સાથે સાંકળીને જ જોવામાં આવે છે તેમજ વિચારવામાં આવે છે. કેમ કે સામાન્ય સમજ પ્રમાણે સાધના એટલે ધ્યાન. કઈક મેળવવા માટે ધ્યાન આપવુ પડે છે. પરંતુ જીવનમાં ફક્ત ઈશ્વરને જ નહિ કોઇપણ બાબતને મેળવવા કે પામવા ધ્યાન/સાધના કરવી જ પડે.

     જે વસ્તુ સાધના વગર મળી જાય તે લાંબો સમય ટકતી નથી. આજના સમયમાં સાધના કરવા માટે પહેલાની જેમ વનમાં જવુ પડતુ નથી.
+ સારા કર્મ કરવા માટે ઇચ્છાશક્તિ ધરાવો તે જ સાધના.
+ એ કાર્યોને પૂરા મનથી ફળીભૂત કરો તે જ સાધના.
+ પૂર્ણ વિશ્વાસથી જીવનમાં સકારાત્મક વૃત્તિ કેળવો તે જ સાધના.
+ કોઈપણ મુશ્કેલી આવે પરંતુ વિશ્વાસ છે કે, 'હું એને પાર પાડી શકીશ' એ જ સાધના.

     સાધના જેવા ઈશ્વર સાથે સીધો સંબંધ ધરાવતા શબ્દને સાધવા માટે કળિયુગમાં વધુ કંઈક કરવાની જરૂર પડતી નથી. ફક્ત સાચા મનથી સત્ય તરફ મનને દોરી જવું એ જ સાચી સાધના.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ