મન પંખી વિહરે છે...

 ઊંચા ઊંચા શમણા જોતું મન પંખી વિહરે છે.

એક મુઠ્ઠી આસમાન આંબવા મન પંખી વિહરે છે.


દીઠવા સપના મીઠા- રૂડા મન પંખી વિહરે છે.

ભયભીત થતાંય હિંમત માંડી મન પંખી વિહરે છે.


ધાર્યું મેળવવા કર્મો કરવા મન પંખી વિહરે છે.

ઉંચી આશને વિશ્વાસ થકી મન પંખી વિહરે છે.


સંઘર્ષને જ ખુશી જાણી મન પંખી વિહરે છે.

સંઘર્ષ ઉપર કેડી કંડારી મન પંખી વિહરે છે.


સફર મંજિલથી વધુ માણી મન પંખી વિહરે છે.

જીવનની એ રીત વધુ જાણી મન પંખી વિહરે છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ