મારો દેશ

 સૌથી પ્યારો સૌથી ન્યારો છે મારો ભારત દેશ

વિવિધતા સાથે એકતા રાખે એ છે મારો દેશ


સર્વ ધર્મને સમભાવ અર્પે છે એ મારો દેશ

ભાષા- ધર્મ- જાતિમાં અલગ તોય એક છે મારો દેશ


સત્ય અહિંસાને માથે સજાવે છે એ મારો દેશ

તોય શત્રુને ધૂળ ચટાવે છે એ મારો દેશ


રામ રહીમ ગુરુ નાનકને વંદે છે એ મારો દેશ

દિવાળી મોહરમ વૈશાખી ઉજવે છે એ મારો દેશ


વસુધૈવ કુટુમ્બકમ્ સાથે આગળ વધે છે મારો દેશ

વિશ્વબંધુત્વમાં મોખરે રહે છે એ મારો દેશ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ