શબ્દોની લીલા
સો અપશબ્દોએ શિશુપાલ ધડ અલગ કરાયો
શબ્દોના સ્પર્શથી શ્રીકૃષ્ણએ ચક્ર ચલાવ્યો
વચનબદ્ધ કૈકેયીથી પિતા, પણ પુત્ર રામ વનમાં વસાયા
શબ્દોના સ્પર્શથી દશરથ રાજ મૃત્યુમાં સમાયા
વિદ્યોત્તમાના શબ્દોથી મૂર્ખ મનુ કાલી આરાધને ગોઠવાયા
શબ્દોના સ્પર્શથી મહાકવિ કાલિદાસ કહેવાયા
'નરોવા કુંજરોવા'ના વેણે યુધષ્ઠિર અર્ધસત્યે બંધાયા
શબ્દોના સ્પર્શથી દ્રોણાચાર્ય હસ્તે અસ્ત્રો છોડાયા
પાંચાલીના શબ્દોથી દુર્યોધનનો અહમ ઘવાયો
શબ્દોના સ્પર્શથી ભયંકર મહાભારત રચાયો
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો