ઈશની દેન - દિકરી
દીકરાની મોહ- માયામાં, કેમ તરછોડી દીકરી
સ્વીકારશો જો પ્રેમથી, તો બનશે તમારી લાડકી
નસીબદાર એ નર 'ને ઘર, જ્યાં જન્મી છે દીકરી
પાંગળું પ્રારબ્ધ ખીલી ઊઠે, જ્યાં અવતરે એ લાડકી
કહે છે ' કુળ તારે દીકરો ને ભવ તારે છે દીકરી'
દૂધ સાગરમાં વારંવાર, કેમ વહેતી એ લાડકી
સંકુચિત એ સ્નેહ જે ભેદ કરે દીકરો ને દીકરી
કુળને કાજે કાળીકા બને, ને રક્ષે કુટુંબ એ લાડકી
ઈશની દેન, નિઃસ્વાર્થ પ્રેમ ને ભવ- ભવના પુણ્ય છે દીકરી
વંચિત વન એ રહી ગયું, જ્યાં અવતરી નથી એ લાડકી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો