સમજ
'હા, હા તમે જરૂર આવજો અમે તમારી રાહ જોશું.' એમ કહીને હસતા હસતા રમેશે ફોન રાખ્યો. બાજુમાં બેઠેલી તેમની દીકરી રીમાએ પૂછ્યું, 'પપ્પા કોણ આવે છે?'
રમેશે કહ્યું; 'બેટા, મારા મામા આવે છે.' થોડી ક્ષણની શાંતિ બાદ રીમાએ ફરીથી પૂછ્યું, 'પપ્પા તમારા મામાના થોડા દિવસોથી ઘણા ફોન આવે છે ને!' પહેલા આવું નો'તુ ને! તો હવે... એ વાત પૂર્ણ કરે તે પહેલાં જ તેની માતા દમયંતી બહેનએ કહ્યું, 'બેટા તારા પપ્પાનો સમય બદલાયો છે.'
મતલબ? રીમા એ પૂછ્યું.
બેટા આ તારા પપ્પાના એ જ મામા છે જેમના ઘરે આવવાની તારા પપ્પા ક્યારથી રાહ જોતા હતા. એટલે આના પહેલા પપ્પા નામ આપણા ઘરે નહોતા આવ્યા? આવ્યા હતા બેટા. જ્યારે તારા દાદી હતા ત્યારે અને કઈક ગામમાં કામ હોય ત્યારે આવતા.પણ મમ્મી.... રીમાને અટકાવતા તેમણે કહ્યું, આપણું ઘર કાચું હતું તેથી કોઈ આવે તો ક્યાં રાખીયે? આથી... દમયંતીબેન વાક્ય પૂર્ણ કરે તે પહેલા જ રીમા તેમને અટકાવતા કહ્યું, 'અતિથિને આવવાની તિથિ જ ન આવતી.' બેટા આજે આપણા મનની સાથે ઘર પણ મોટું છે, તેથી તિથિ વગર જ અતિથિની પધરામણી થાય છે. બેટા, હું અને તારા પપ્પા આજે ખૂબ જ ખુશ છીએ, દમયંતીબહેનએ કહ્યું અને તેઓ પોતાના કામમાં લાગી ગયા.
રીમા અગિયારમા ધોરણમાં ભણતી ખૂબ જ સમજદાર અને હોશિયાર છોકરી હતી. તે પોતાની લાગણીઓને અન્ય સમક્ષ સીધી રીતે ન કહેતાં શબ્દોમાં ઠાલવવાનું વધુ યોગ્ય ગણતી. તેથી તે રાત્રે વિચારોના વમળમાં ખોવાઈને પરિસ્થિતિને કાગળ પર તેણે અંકિત કરી-
*સમૃદ્ધ અને સત્તાવાળા ના સંબંધ ટકે છે,
ગરીબની આજે કોણ કિંમત કરે છે?
ટોળા વળે છે; સંબંધો ભળે છે,
ઊગતા રવિને જ સૌ અર્ધ્ય ધરે છે.*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો