દિલ વિના લાખો મળે

 

વાતો એમની થાય ને દિલ ઉભરાઈ જાય
અશ્રુ મોતી પ્રેમના છે, ફક્ત યાદ જાણતા નહીં

જીવન પ્રેમનું લાંબું કે ટૂંકું ભલે જીવાય
પ્રેમમાં મળેલ વિરહને, કોઈ ખેલ જાણતા નહીં

યાદોમાં છે હરપળ તું મારું જીવન ક્યારે બનીશ?
પ્રેમ છે તારાથી, ફક્ત આકર્ષણ જાણતા નહીં

પ્રેમમાં આપણા સંઘર્ષ છે પણ વિશ્વાસ તું મળીશ
તને માગવાની મંશા મારી, કોઈ ખેલ જાણતા નહીં

દિલથી દિલ મળે એ લાગણીમાં કોઈ ભેદ પાડતા નહીં
*દિલ વિના લાખો મળે*, એને પ્રેમ જાણતા નહીં

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ