સાયબો મારો


*શીર્ષક :- સાયબો મારો*

*******************************

મારી પ્રેરણાનું મોતી છે સાયબો મારો.

મારા જીવતરની જ્યોતિ છે સાયબો મારો.


સૂરમાં, તાલમાં, લયમાં, ઢાળમાં વસતો;

સંગીતના સાતે સૂર છે સાયબો મારો.


તિમિર ઓગાળે પ્રેમથી જે પ્રકાશનું કિરણ,

એ પ્રકાશની પહેલી કિરણ છે સાયબો મારો.


ઇંતેજારમાં છું હું આવીને મળે તો જાણે,

મારા આભ- અવનીનો છોર છે સાયબો મારો.


સાનિંધ્ય જરૂર સાંપડશે મને ભાગ્યવશ એનું,

કોણ જાણે મનમાં ક્યારથી વસે છે સાયબો મારો.


✍️ સોનલ ટેલર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

પાંચમો દીવો - આત્મવિશ્વાસ

ઘેલો જ ખુદાનો ખાસ હોય છે...