યાદોના ભ્રમર

 ના જરૂરી હોય પણ વારંવાર વિચારો કરતી રહું,

વિચારોમાં યાદ તારી ને ભ્રમરમાં ફસાતી રહું.


કવિતા લખું મારી ને તારા પર પૂરી કરું,

યાદો લખું આપણી ને ભ્રમરમાં ફસાતી રહું.


મળવાની ઈચ્છા તને હું ભાગ્ય પર છોડી મૂકું,

શમણું તારું દીઠું ને ભ્રમરમાં ફસાતી રહું.


તને ક્યાં ખબર ભાવના હૃદયની જો તને કહી શકું,

રીત કહેવાની વિચારું ને ભ્રમરમાં ફસાતી રહું.


વમળ મારા વિચારોનું કમળ બનાવી જો ખીલવી શકું,

સુંદર મન તળાવ જોઈ ફરીથી યાદોના ભ્રમરમાં ફસાતી રહું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ