મનજી કાનજી સરવૈયા હાજર હો

 ગામના  ગયા. એક દિવસ બાગમાં ફરવા ગયા. ત્યાં ફરતાં ફરતાં અચાનક પેટમાં દુઃખી આવ્યું. ગામના માણસને શહેરનું ભોજન રાસ ન આવ્યું. પેટનાં દુઃખાવાએ મનજીકાકાને રઘવાયા કરી દીધા. બિચારા બાથરૂમની શોધમાં આમતેમ ફરવા લાગ્યા. ત્યાં કૃપા ભગવાનની! એમને ટોયલેટ જડ્યું.


     જેવા હળવા થઇને બહાર આવ્યા, ત્યાં તો સ્ત્રીઓના ટોળાના પ્રહારે તેમને અડધા કરી મૂક્યા. ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિ મટીને શહેરના ભિખારી જેવી હાલત બની ગઈ. બિચારા, પુરુષના બદલે સ્ત્રીઓના ટોઈલેટમાં જતા રહ્યા હતાં! અને તેમને ત્યાં જતાં જે સ્ત્રીએ જોયા હતા તે મનજીકાકાના કમનસીબે વકીલસાહિબા નીકળ્યા.


     પોતાની ભૂલનું ફળ તો તેમને તાત્કાલિક મળી ગયું, પણ બોનસ મળવાનું હજી બાકી હતું. કાકાના નામની નોટીસ બીજે દિવસે એમના ઘરે પહોંચી જેમાં કોર્ટનો આદેશ હતો,  "ફલાણી તારીખે અપરાધી *મનજી કાનજી સરવૈયા કોર્ટમાં હાજર હો*." જેવી નોટિસ મળી કે કાકા તો બીજી જ ટ્રેન પકડીને પોતાના વતન દોડી ગયા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ