જણાવજો જરા


*શીર્ષક :- જણાવજો જરા*

*******************************

મોનની મહેફીલ ક્યાં ભરાય છે? જણાવજો જરા.

વિના વેણ કઈ રીતે બોલાય છે? જણાવજો જરા.


ઉકળે મન ભીતર તોય ચૂપ શાને રહો!

મૌન શાશ્વત કાં પાળ્યું છે? જણાવજો જરા.


વાચ વિહોણી લાગણીનો ઉકળાટ વધે,

ઉકળાટ મૌનની શમાય છે? જણાવજો જરા .


લાગણીમાં મળ્યો વિરહ તોય આશ મિલનની,

તીવ્ર લાગણીમાં ધીરજ ધરાય છે? જણાવજો જરા.


રાહમાં મિલનની મન સળવળ્યાં છે વર્ષોથી,

મૌનની મહેફિલ કાં છોડતા નથી? જણાવજો જરા.


✍️ સોનલ ટેલર


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ