હું કવિતા છું


*શીર્ષક :- હું કવિતા છું*

*******************************

ટુંકમાં ઘણું કહેતી ને અર્થભર ચૂપ રહેતી, હું કવિતા છું.

હૃદયને જોડતી લાગણી મુજમાં વહેતી, હું કવિતા છું.


છંદોબદ્ધ રહેતી, પણ છંદ મુક્ત થઈ લય કહેતી;

અર્થસભર, પ્રાસયુક્ત, કાનની કળા, હું કવિતા છું.


કવિહૃદયનાં ભાવજગતમાં સંવેદનાથી ચિતરાતી,

અસર કરતી ત્યારે જ મન પર, હું કવિતા છું.


શબ્દોમાં ગૂંથાતી હું ને લાગણીઓમાં સચવાતી,

વાંચવી સરળ, સમજવી અઘરી, હું કવિતા છું.


કાગળ કલમની ક્યાં જરૂર! હું કવિહૃદયમાં વસતી,

અનંતની ભાવના મુજમાં વહેતી, હું કવિતા છું.


✍️ સોનલ ટેલર 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ