મારી લીલી લાગણી
*શીર્ષક :- મારી લીલી લાગણી*
*******************************
ક્યાંક નયનકોરથી વહી રહી છે, મારી લીલી લાગણી.
વાયદો તૂટ્યો ને ઢળી પડી છે, મારી લીલી લાગણી.
મન આશાથી ભરેલું મારું; તોય થાતું 'તું ડગમગ,
વિશ્વાસ કરી ફરી હારી ગઈ છે મારી લીલી લાગણી
એક વખતની વાત નથી; આ વારંવારની ઘટના,
તોય કદી ન સૂકી પડી છે, મારી લીલી લાગણી.
આભ ક્યાં ઓછું? તોય મારે હિસ્સે ખાલીપો જ,
એમાં અશ્રુ ભીની સરી છે, મારી લીલી લાગણી.
પ્રેમ ક્યાં ઓછો અહીં; પણ મમ્મીની યાદ આવે,
જન્મદિને ફરી ગૂંચવણ ભરી છે, મારી લીલી લાગણી.
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો