મહત્વાકાંક્ષી પાખી

*રચના..........*

     પાખી મહત્વાકાંક્ષી છોકરી. બાળપણથી જ પોતાને ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતાં માતા-પિતાને જોયેલા તેથી જ્યાં સુધી પોતે પગભર ન થાય ત્યાં સુધી લગ્ન નહીં કરે એવી જીદ કરેલી. પરંતુ ખૂબ જ સારો મુરતિયો મળવાથી માતા-પિતા લગ્નનો આગ્રહ કરતા. એકવાર પાખીની જીદ અને માતા-પિતાના આગ્રહ વચ્ચે વિવાદ થઈ ગયો અને પરિણામ સ્વરૂપે એક વર્ષનો સમય પાખીને મળ્યો. જેની શરત મુજબ જો એક વર્ષમાં પાખી પગભર ન થાય તો તેણે લગ્ન કરી લેવા. પાખીના લગ્ન પહેલાં પગભર થવાનાં પ્રયત્નો પુરજોશમાં ચાલુ થયા. ઘણી બધી અરજીઓ કરી પણ કોઈ પણ જગ્યાએથી સકારાત્મક પ્રતિભાવ ન મળ્યો. હવે, એક વર્ષનો સમય પણ પૂર્ણતાનાં આરે હતો. તેથી માતા-પિતા દ્વારા શોધેલા મુરતિયા સાથે સગાઇ નક્કી થઇ ગઈ. શરતને આધીન પાખી કંઈ કરી ન શકી અને સગાઇનો દિવસ આવી ગયો. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ત્યાં જ ડોરબેલ વાગ્યો. દરવાજો પાખીએ ઉઘાડ્યો. "પાખી શાહ માટે પત્ર છે", કુરિયરવાળાએ કહ્યું. "હું જ પાખી શાહ છું", કહીને પાખીએ પત્ર લીધો. પરબીડિયું ખોલીને પત્ર વાંચ્યા બાદ પાખી સ્તબ્ધ થઈ ગઈ. એક બાજુ સગાઈ સાથે જોડાયેલ મમ્મી-પપ્પાની ખુશી અને બીજી બાજુ તેના સપનાંને પાંખ આપતો આ પત્રરૂપી વલોણાં દ્વારા જાણે કે પાખી વલોવતી રહી.


✍️ સોનલ ટેલર 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ