ફરી....
*રચના:-*
ફરી મઝધારમાં આવી ફસાયો છું.
ફરી વિશ્વાસ કરી મૂળમાં ઘવાયો છું.
અસમંજસની સ્થિતિ છે હરપળ,
ફરી એ જોતાં નિશદિન રઘવાયો છું.
જીવન હોય કઠિન શંકાને સ્થાન ક્યાં?
તોય કાળની ચાલથી ફરી ડઘાયો છું.
આંખોમાં હળવાશ ને આશ લઈ ફરું છું,
નથી જાણતાં, હૃદયની પીડાથી હરાયો છું.
સંબંધ સાચવતાં સ્પંદનો ભૂલ્યો હૃદયનાં,
તેથી ભ્રમિત લાગણીમાં પળેપળ વપરાયો છું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો