કોઈક તો શીખવાડશે
*રચના..........*
આ મનને ધીરજ રાખતાં કોઈક તો શીખવાડશે.
સમય આવીએ મળી જશે કોઈક તો શીખવાડશે.
બદલાય છે આ દુનિયા અને પરિસ્થિતિ છતાં,
સંસ્કાર ક્યારેય બદલાય નહીં, કોઈક તો શીખવાડશે.
અઢળક પ્રશ્નો ગુંચવે છે મનમાં, રસ્તા નથી જડતાં;
વિશ્વાસ રાખી આગળ વધતાં, કોઈક તો શીખવાડશે.
રસ્તા ઊંચા- નીચા ને ખાડા ટેકરા ક્યાં નથી?
હૃદયનાં ધબકારનું પ્રતિબિંબ છે, કોઈક તો શીખવાડશે.
દુભે છે દિલ અહીં વર્ષો સુધી ને ઘાની તડપ ભારી,
રાખી હૃદય મોટું ક્ષમા કરતાં, કોઈક તો શીખવાડશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો