વળાંક
*શીર્ષક :- જિંદગી કેવો વળાંક લે છે*
*******************************
મજધારમાં આવી નૈયા હાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે.
એ કશ્તિના સહારે જીવન બાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે.
ચડતી પડતીનું જીવન ચક્ર ને અમર નથી કોઈ એ જાણે,
તોય કીર્તિની લોકો લાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે.
'ફરજ ક્યાં મારી?' કહી મસ્તમૌલા બની ગાળે જીવન,
પછી હકનો કાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે.
ફૂલોથી નાજુક છે આ જીવનદોર, ને ચૂંથ્યે જાય અકારણ;
તોય અંત સમયે માફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે.
જીવ્યે ગયા કારણ વગર ને પાપ પુણ્યના પોટલાં બાંધ્યા,
અંતે પાપ પુણ્ય 'એ' સાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે.
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો