છાતીમાં ડૂમો ભરાઈ...

 લાગણી શબ્દો વિસર્યાનો છાતીમાં ડૂમો ભરાઈ.

કહેવાનું કેમ ન કહ્યાનો છાતીમાં ડૂમો ભરાઈ.


ઈચ્છા વિપરીત થયું ને ખુશી વિસરાઈ ગઈ,

મજબૂરીમાં મનને જીવાડ્યાનો, છાતીમાં ડૂમો ભરાઈ.


જીવન ક્યાં મળે ઈચ્છિત કહી મન મનાવે,

હસતાં હોઠે દુઃખ દબાવ્યાનો, છાતીમાં ડૂમો ભરાઈ.


રાહ જુએ છે રાહી રાહમાં, અંતે મંજિલ તો મળે;

છેક સુધી કેમ કરી ટકવાનો, છાતીમાં ડૂમો ભરાઈ.


આશા છે, નિરાશા છે, સાથે ટકી રહેવાની જવાબદારી;

હે ઈશ! વ્યથા ન કહી શકું સમજો! છાતીમાં ડૂમો ભરાઈ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ