એ ખુલ્લી બારી...

લાખો નિરાશામાં અમર આશાની જેમ એ ખુલ્લી બારી 

કડકડતી ઠંડીમાં કુમળા તડકાની જેમ એ ખુલ્લી બારી 


મન વમળમાં ફસાયેલું અને સતત ફસાતું દેખાય

ત્યાં હાથ ખેંચી રાહ બતાવે એ ખુલ્લી બારી 


મુશ્કેલી ભલે લાખો હોય, સમજાતો એક શબ્દ ન હોય

હિમ્મતી પગલે આગળ વધ કહે એ ખુલ્લી બારી


આવન- જાવન તો દરવાજાથી જ થાય એ વાત ખરી

પણ માર્ગ જોવામાં સહાયતા કરે એ ખુલ્લી બારી 


અંત સુધી વધતા રહો પદચિહ્નો નથી તો બનાવતા રહો આગળ

દરવાજા ન દીઠે ત્યાં આશાનું કિરણ બનશે એ ખુલ્લી બારી 


✍️ સોનલ ટેલર 








ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ