જીવન રામ થઈ જાય...
વાટ જુઓ કેમ! આગળ વધો, કંઈ કેટલાંનું કામ થઈ જાય.
નિ:સ્વાર્થ ભાવનું જીવન જેનું, એ જ જીવન રામ થઈ જાય.
કંઈ કેટલીય આશાઓમાં માનવી ઝૂઝતો હર પળે,
વિરક્ત મન જે ઈચ્છા - આશથી એ જીવન રામ થઈ જાય
અયોધ્યા વસે છે પ્રભુ શ્રી રામ કોણ એ સત્યથી અજાણ?
હૃદયમાં હસે જો સત્યથી તો જીવન રામ થઈ જાય.
રાહ તમારી વર્ષોની જોતાં હવે થઈ છેક પૂરી,
જીવન - વન ઉપવન થશે ને આ જીવન રામ થઈ જાય.
પ્રભુ રહે મનમાં સ્મરણ તમારું એ જ અરજ કરું મનથી,
તીરથની ક્યાં જરૂર પછી આ મુજ જીવન રામ થઈ જાય.
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો