ખલેલ પહોંચે જ ફાવશે...
આમ તો તું ચૂપ રહીશ તો પણ ચાલશે.
પણ જો બોલીશ તો મનને વધારે ફાવશે.
એક દ્રષ્ટિ,એક સ્મિત,એક શબ્દની તો જરૂર બસ,
એકલતાની શાંતિમાં આ અડચણો વધુ ફાવશે.
મનની ઉદાસી ને આંખોમાં ખાલીપો જ્યારે વ્યાપે,
ત્યાં શબ્દોનો રણકાર મનને ગૂંજતું કરી બતાવશે.
એક સાથ, એક હાથ, એક ઉષ્માનો ભાસ હોય,
જીવવા માટે આ અંધકારમાં એક આગિયો પણ ચાલશે.
સતત ગૂંજતું આ સ્થળ નીરવ શાંતિ જેવું મુજ મન,
નિજાનંદ શોધી મનમાં ખલેલ પહોંચે જ ફાવશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો