ગરબો- કુમકુમ પગલાં
કુમકુમ પગલાં ભરતાં માડી, આવો મારે દ્વાર...
હો.... માડી આવો મારે દ્વાર
ફૂલડાં વેર્યા આંગણે મારાં માડી, આવો મારે દ્વાર...
હો.... માડી આવો મારે દ્વાર
કુમકુમ પગલાં ભરતાં...
આસોપાલવનાં તોરણ બાંધ્યા
ગરબો સજાવ્યો આજ, માડી કાજ
ગરબો સજાવ્યો આજ
હે..... માડી આવે ગરબે ઘૂમે (2)
રમઝટ જામે ત્યાં જ હો.... રમઝટ જામે ત્યાં.....
કુમકુમ પગલાં ભરતાં માડી આવો મારે દ્વાર
ઢોલી આવ્યા, ઢોલક વાગ્યાં
ઝૂમે નર ને નાર, માડી કાજ
ઝૂમે નર ને નાર
હે..... માડી આવે ગરબે ઘૂમે (2)
રમઝટ જામે ત્યાં જ હો..... રમઝટ જામે ત્યાં....
કુમકુમ પગલાં ભરતાં માડી આવો મારે દ્વાર
નવ નવ રાત છે, સખીઓ સાથ છે
ઝૂમે ભૂલકાં આજ, માડી કાજ
ઝૂમે ભૂલકાં આજ
હે.... માડી આવે ગરબે ઘૂમે (2)
રમઝટ જામે ત્યાં જ હો..... રમઝટ જામે ત્યાં....
કુમકુમ પગલાં ભરતાં માડી આવો મારે દ્વાર
ફૂલડાં વેર્યા આંગણે મારાં માડી, આવો મારે દ્વાર...
હો.... માડી આવો મારે દ્વાર
કુમકુમ પગલાં ભરતાં...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો