મહાસાગરને સહેવું પડ્યું...
મને ખારા બની જીવન જીવવું પડ્યું, બન્યો મહાસાગર ઘણું સહેવું પડ્યું. ભળે છે મીઠી નદી મારામાં નિરંતર છતાં, એમણે પણ અસ્તિત્વ ગુમાવી ભળવું પડ્યું. મારી કાયા વિશાળનો અંત છે અજાણ, હમસફર ન મળ્યો કદી એકલું ઝઝૂમવું પડ્યું. રત્નો મળશે ઊંડાણમાં જો મરજીવા બની શોધે, રત્નાકર મારું નામ આમ અમથું નથી પડ્યું. લહેરો બની કિનારે વારંવાર આવું છું જો મળવા, રેતીની ભીનાશમાં હાજરી નોંધાવી પાછું વળવું પડ્યું.