પોસ્ટ્સ

મહાસાગરને સહેવું પડ્યું...

 મને ખારા બની જીવન જીવવું પડ્યું, બન્યો મહાસાગર ઘણું સહેવું પડ્યું. ભળે છે મીઠી નદી મારામાં નિરંતર છતાં, એમણે પણ અસ્તિત્વ ગુમાવી ભળવું પડ્યું. મારી કાયા વિશાળનો અંત છે અજાણ, હમસફર ન મળ્યો કદી એકલું ઝઝૂમવું પડ્યું. રત્નો મળશે ઊંડાણમાં જો મરજીવા બની શોધે, રત્નાકર મારું નામ આમ અમથું નથી પડ્યું. લહેરો બની કિનારે વારંવાર આવું છું જો મળવા, રેતીની ભીનાશમાં હાજરી નોંધાવી પાછું વળવું પડ્યું.

છાતીમાં ડૂમો ભરાઈ...

 લાગણી શબ્દો વિસર્યાનો છાતીમાં ડૂમો ભરાઈ. કહેવાનું કેમ ન કહ્યાનો છાતીમાં ડૂમો ભરાઈ. ઈચ્છા વિપરીત થયું ને ખુશી વિસરાઈ ગઈ, મજબૂરીમાં મનને જીવાડ્યાનો, છાતીમાં ડૂમો ભરાઈ. જીવન ક્યાં મળે ઈચ્છિત કહી મન મનાવે, હસતાં હોઠે દુઃખ દબાવ્યાનો, છાતીમાં ડૂમો ભરાઈ. રાહ જુએ છે રાહી રાહમાં, અંતે મંજિલ તો મળે; છેક સુધી કેમ કરી ટકવાનો, છાતીમાં ડૂમો ભરાઈ. આશા છે, નિરાશા છે, સાથે ટકી રહેવાની જવાબદારી; હે ઈશ! વ્યથા ન કહી શકું સમજો! છાતીમાં ડૂમો ભરાઈ.

આશા - માઈક્રોફિક્શન

     "હું જ્યારે પણ જોઉં છું આ વરસાદને... આ મોસમને... વાદળોમાંથી વરસતાં મોતીનાં બિંદુઓને... મને ક્યારેય શાતા નથી આપતાં. ઉલટું મનને વિચલિત કરી જાય છે." વરસતા વરસાદને જોઈને સલિલ બોલ્યો. જાણું છું... કે અતિ મહત્વનું છે જળ... શક્ય નથી જીવન એના વગર. છતાં પણ જ્યારે પણ વરસાદ આવે છે મનમાં એક ખાલીપો ઘર કરી જાય છે. હવે તો મને આદત થઈ ગઈ છે. પરંતું આજે આવું નથી થયું. આજે આ વરસાદ નિરાશા નહિ પરંતું આશા લઈને આવ્યો હોય એવું લાગે છે. આ લીલાછમ ખેતરો નવપલ્લવિતતાનો અનુભવ કરાવે છે. જે ક્યારેય નથી થયું... તો આજે આ કેમ....! આવા અનેક અવ્યવસ્થિત વિચારો સાથે સલિલનું મન મથામણ કરતું હતું ત્યાં તો બારણે ટકોરા થયાં. "સલિલ શાહ... માટે કુરિયર છે." 

કોઈક તો શીખવાડશે

*રચના..........* આ મનને ધીરજ રાખતાં કોઈક તો શીખવાડશે. સમય આવીએ મળી જશે કોઈક તો શીખવાડશે. બદલાય છે આ દુનિયા અને પરિસ્થિતિ છતાં, સંસ્કાર ક્યારેય બદલાય નહીં, કોઈક તો શીખવાડશે. અઢળક પ્રશ્નો ગુંચવે છે મનમાં, રસ્તા નથી જડતાં; વિશ્વાસ રાખી આગળ વધતાં, કોઈક તો શીખવાડશે. રસ્તા ઊંચા- નીચા ને ખાડા ટેકરા ક્યાં નથી? હૃદયનાં ધબકારનું પ્રતિબિંબ છે, કોઈક તો શીખવાડશે. દુભે છે દિલ અહીં વર્ષો સુધી ને ઘાની તડપ ભારી, રાખી હૃદય મોટું ક્ષમા કરતાં, કોઈક તો શીખવાડશે.

ફરી....

*રચના:-* ફરી મઝધારમાં આવી ફસાયો છું. ફરી વિશ્વાસ કરી મૂળમાં ઘવાયો છું. અસમંજસની સ્થિતિ છે હરપળ, ફરી એ જોતાં નિશદિન રઘવાયો છું. જીવન હોય કઠિન શંકાને સ્થાન ક્યાં? તોય કાળની ચાલથી ફરી ડઘાયો છું. આંખોમાં હળવાશ ને આશ લઈ ફરું છું, નથી જાણતાં, હૃદયની પીડાથી હરાયો છું. સંબંધ સાચવતાં સ્પંદનો ભૂલ્યો હૃદયનાં, તેથી ભ્રમિત લાગણીમાં પળેપળ વપરાયો છું.

હાઈકુ - દંભ

*શીસક* :- દંભ ******************************* કૃપા તમારી દંભ તોડ્યો જગનો અખો આભારી ✍️ સોનલ ટેલર 

વળાંક

*શીર્ષક :- જિંદગી કેવો વળાંક લે છે* ******************************* મજધારમાં આવી નૈયા હાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. એ કશ્તિના સહારે જીવન બાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. ચડતી પડતીનું જીવન ચક્ર ને અમર નથી કોઈ એ જાણે, તોય કીર્તિની લોકો લાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. 'ફરજ ક્યાં મારી?' કહી મસ્તમૌલા બની ગાળે જીવન, પછી હકનો કાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. ફૂલોથી નાજુક છે આ જીવનદોર, ને ચૂંથ્યે જાય અકારણ; તોય અંત સમયે માફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. જીવ્યે ગયા કારણ વગર ને પાપ પુણ્યના પોટલાં બાંધ્યા, અંતે પાપ પુણ્ય 'એ' સાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. ✍️ સોનલ ટેલર