પોસ્ટ્સ

અણકહ્યો પ્રેમ

  દેવ અને દિવ્યા કૉલેજમાં સાથે અભ્યાસ કરતાં. બંનેનો વિષય પણ એક હોવાથી હંમેશા એક સાથે જ રહેવાનું થતું. બંનેને જુના હિન્દી ફિલ્મી ગીતો ખૂબ ગમે, બંને સાદગીમાં માને તેથી સાદા કપડાં જ પહેરે. ઘણી બધી બાબતોમાં સામ્યતા હોવાથી બંનેની મિત્રતા ગાઢ થવા લાગી અને એ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તે બંનેને ખબર જ ન પડી. છતાં પણ ક્યારેય એકબીજાને પોતાના મનની વાત કહી નહી. જેનું બંને પાસે કારણ હતું.       એકવાર દેવે દિવ્યાને વાતવાતમાં પૂછી લીધું કે તે લગ્ન વિશે શું વિચારે છે? ત્યારે દિવ્યાએ કહ્યું કે તેને લગ્નમાં વિશ્વાસ નથી. દેવે કેમ પૂછયું તો જવાબ મળ્યો કે, "મારી આસપાસ મેં કોઈ પણ સફળ લગ્ન જોયા નથી, મારી મોટી બહેનનાં લગ્ન પણ તલાક પર આવી ગયા છે." દેવને જાણીને નવાઇ લાગી કે જેની સાથે તે પોતાના ભવિષ્યનાં મનોમન સપના સેવે છે, તે છોકરી લગ્ન કરશે કે નહીં તે નક્કી જ નથી! તેથી તેણે ચોખ્ખા શબ્દોમાં ક્યારેય દિવ્યાને તેના મનની વાત ન કરી, છતાં પણ બંનેના વર્તન-વ્યવહાર ઘણું બધું કહી દેતા. દિવ્યાને પણ દેવ સાથે ફાવતું પણ લગ્ન માટે તેનું મન તૈયાર ન હતું. ઘણા પ્રયત્નો છતાં પણ તે પોતાના મનન...

ભારત સોસાયટી

 રમેશભાઈનો સ્વભાવ વિચિત્ર. વધુ પડતા ગુસ્સાવાળા તેથી એક જગ્યા પર ક્યારેય ટકી ન શકે. વારંવાર ઘર બદલવું જાણે એમની ટેવ થઈ ચૂકેલી. વણઝારા જેવું જીવન, પાડોશીઓ સાથે થોડો પણ ઝઘડો કે બોલચાલ શું થાય કે તરત જ ઘર બદલવાનો ફેસલો મનમાં ઘર કરી જાય. તેઓ જેમ બને તેમ વહેલી તકે ઘર બદલી પણ નાખે. તેઓ પોતાની પત્ની રમીલાબેન અને બાળકો સાથે ભાડાનાં ઘરમાં જ રહે, રમીલાબેન અને બાળકોને તો ઈચ્છા થાય કે કોઈ જગ્યા પર પોતાનું ઘર હોય અને આ વણઝારાનાં જીવનમાંથી છુટકારો મળે પણ રમેશભાઈના સ્વભાવને આભારી તેમનાં નસીબમાં એક જગ્યાનો ઠહેરાવ જ નહીં.       એકવાર તો રમેશભાઈએ ફક્ત એટલે ઘર બદલી નાખ્યું કેમ કે તેમની બાજુના ઘરમાં મુસ્લિમ પરિવાર આવીને વસ્યું. વારંવાર ઘર બદલવાથી બાળકોનાં શિક્ષણ પર અસર પડતી; તેથી આ વખતે તેમના પત્ની રમીલાબેને તેમને બાળકો વિશે વિચારવા કહ્યું. બધી જગ્યાએ ફરી વળેલા રમેશભાઈને માટે બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો તેથી તેમણે એક મિશ્ર વસ્તીની *ભારત સોસાયટી* નામની સોસાયટીમાં ભાડેથી ઘર રાખ્યું, જ્યાં સુધી બાળકોનું ચાલુ વર્ષનું ભણતર પૂરું ન થાય ત્યાં સુધી મન મારીને પણ રહી લેવું એમ કહીને તેમને રમીલાબેને મ...

જતન

     "માનવ, બેટા! આટલા જલ્દી કેમ જાય છે? હમણાં જ તો તું આવ્યો હતો. પહેલા તો પંદર દિવસે આવતો હવે તો એકથી બે મહિના સુધી તું દેખાતો જ નથી." શાંતાબેને ફરીયાદ કરી.      "માફ કરી દો, મમ્મી. હવે પ્રયત્ન કરીશ કે જલ્દી આવી શકું." માનવે સમજાવવાનો પ્રયત્ન કર્યો.      "તું હંમેશા કહે છે, પણ આવતો નથી. શાંતાબેન હજુ પણ ગુસ્સે જ હતાં.      "મમ્મી, પ્લીઝ! માની જાઓ. હું પાછો આવીશ ત્યારે   આપણે ઘરે જઈશું અને જો તમે નારાજ રહેશો તો હું કઈ રીતે જઈશ?" માનવ શાંતાબેન પર પ્રેમ ઠાલવી રહ્યો હતો.      "બસ, મને મનાવતા તો કોઈ તારી પાસેથી શીખે." શાંતાબેને ઓગળતા ગુસ્સા સાથે બોલ્યા.      "અને હા મમ્મી! પપ્પા ક્યાં છે?" માનવે પૂછ્યું.      "હશે બાગકામ કરતા; એમને તો બાગ જ ગમે...ખબર તો છે તને." શાંતાબેને જવાબ આપ્યો.      "સારું ત્યારે એમને મળીને હું નીકળી જઈશ. જલ્દી આવીશ, તમે તમારું ધ્યાન રાખજો અને પપ્પાનું પણ." કહીને માનવ નીકળી ગયો.    ...

ચહેરા પર ચહેરો

     "આપણી ઓફિસમાં જો કર્તવ્યનિષ્ઠ, સમજુ અને બધાંને (સ્ત્રી-પુરુષને) એક સમાન માન આપતી જો કોઈ વ્યક્તિ હોય તો તે છે રાજીવ. તેથી જ તો આ મહિનાનો સર્વશ્રેષ્ઠ કર્મચારીનો પુરસ્કાર રાજીવને એનાયત કરવામાં આવ્યો છે." ઓફિસમાં રાજીવ વિશે ચર્ચા ચાલતી હતી.       "તે ખૂબ જ હોશિયાર છે અને સમજદાર પણ." વૈશાલીએ કહ્યું.      "સમયપાલનમાં તો તે અવ્વલ." નિશા બોલી.      "એટલે જ તો આપણી ઓફિસનાં અન્ય પુરુષ  કર્મચારી તેની ઈર્ષા કરે છે." માધવીએ રાહુલને સંભળાવતા કહ્યું.      "હા, અને સ્ત્રી કર્મચારી હંમેશા તેની પ્રશંસક બનીને આજુબાજુ માખીની જેમ મંડરાયા કરે છે, કેમ!" રાહુલે માધવીનાં કટાક્ષનો જવાબ આપ્યો.      "મિત્રો, જે હોય તે. રાહુલ પુરસ્કારને લાયક હતો અને તેને પુરસ્કાર મળ્યો. હવે તમે બધાં એકબીજા પર કટાક્ષનાં તીર છોડવાનું બંધ કરો અને કામે વળગો." ધવલે બધાને શાંત કરતાં કહ્યું.      થોડા દિવસ બાદ રાજીવનો જન્મદિવસ હતો. તેથી તેના સાથી કર્મચારી મિત્રો તેના માટે છુપી યોજના બનાવી રહ્યા હતા જેમાં તેમણે અચાનક તેના ઘરે ...

મનજી કાનજી સરવૈયા હાજર હો

 ગામના  ગયા. એક દિવસ બાગમાં ફરવા ગયા. ત્યાં ફરતાં ફરતાં અચાનક પેટમાં દુઃખી આવ્યું. ગામના માણસને શહેરનું ભોજન રાસ ન આવ્યું. પેટનાં દુઃખાવાએ મનજીકાકાને રઘવાયા કરી દીધા. બિચારા બાથરૂમની શોધમાં આમતેમ ફરવા લાગ્યા. ત્યાં કૃપા ભગવાનની! એમને ટોયલેટ જડ્યું.      જેવા હળવા થઇને બહાર આવ્યા, ત્યાં તો સ્ત્રીઓના ટોળાના પ્રહારે તેમને અડધા કરી મૂક્યા. ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિ મટીને શહેરના ભિખારી જેવી હાલત બની ગઈ. બિચારા, પુરુષના બદલે સ્ત્રીઓના ટોઈલેટમાં જતા રહ્યા હતાં! અને તેમને ત્યાં જતાં જે સ્ત્રીએ જોયા હતા તે મનજીકાકાના કમનસીબે વકીલસાહિબા નીકળ્યા.      પોતાની ભૂલનું ફળ તો તેમને તાત્કાલિક મળી ગયું, પણ બોનસ મળવાનું હજી બાકી હતું. કાકાના નામની નોટીસ બીજે દિવસે એમના ઘરે પહોંચી જેમાં કોર્ટનો આદેશ હતો,  "ફલાણી તારીખે અપરાધી *મનજી કાનજી સરવૈયા કોર્ટમાં હાજર હો*." જેવી નોટિસ મળી કે કાકા તો બીજી જ ટ્રેન પકડીને પોતાના વતન દોડી ગયા.

યાદોના ભ્રમર

 ના જરૂરી હોય પણ વારંવાર વિચારો કરતી રહું, વિચારોમાં યાદ તારી ને ભ્રમરમાં ફસાતી રહું. કવિતા લખું મારી ને તારા પર પૂરી કરું, યાદો લખું આપણી ને ભ્રમરમાં ફસાતી રહું. મળવાની ઈચ્છા તને હું ભાગ્ય પર છોડી મૂકું, શમણું તારું દીઠું ને ભ્રમરમાં ફસાતી રહું. તને ક્યાં ખબર ભાવના હૃદયની જો તને કહી શકું, રીત કહેવાની વિચારું ને ભ્રમરમાં ફસાતી રહું. વમળ મારા વિચારોનું કમળ બનાવી જો ખીલવી શકું, સુંદર મન તળાવ જોઈ ફરીથી યાદોના ભ્રમરમાં ફસાતી રહું.

સફળતાનો પર્યાય: મહેનત

  એકવાર એક વિદ્યાર્થીની વચનાલયમાં ચિંતિત બેઠી હતી. તે સમયે તેના શિક્ષક વાચનાલયમાં આવ્યા અને તેમણે તેને ચિંતિત જોઈને પૂછ્યું, "શું વાત છે બેટા, પાયલ! કેમ ચિંતિત જણાય છે, પરીક્ષાને લઈને ચિંતિત છે?"      પાયલે કહ્યું, "ખબર નહીં સર, મૂંઝવણમાં છું; વિચારું છું કે આજકાલ હરીફાઈ એ સફળતાનો પર્યાય બની ગયો છે. શું સફળ થવા માટે હરીફાઈથી અલગ બીજો કોઈ ઉપાય નથી, કેમ કે મને હરીફાઈ ખૂબ જ ડર લાગે છે."      "એ શા માટે?" સરે પૂછ્યું.      "અસફળતાનો ડર, સર; મને અસફળ થવાથી ડર લાગે છે." પાયલે પોતાની મૂંઝવણ જણાવી.      "પાયલ! તને ખબર છે અસફળતાનો ડર તને હરીફાઈથી નહીં પરંતુ મહેનત કરવાથી રોકે છે. સફળતા માટે મહેનત અનિવાર્ય છે, હરીફાઈ તો ફક્ત વ્યક્તિને મહેનત કરવા માટે પ્રેરતું પ્રેરક બળ છે. તું એનાથી ભાગી નહીં શકે, હું તો કહીશ કે તું આ પરિસ્થિતિને જોવાનો તારો દ્રષ્ટિકોણ બદલ." સરે કહ્યું.      "એ કઈ રીતે સર?" પાયલે પ્રશ્ન કર્યો.       "જ્યારે જ્યારે હરીફાઈની પરિસ્થિતિ તારી સામે આવે ...