પોસ્ટ્સ

કોઈક તો શીખવાડશે

*રચના..........* આ મનને ધીરજ રાખતાં કોઈક તો શીખવાડશે. સમય આવીએ મળી જશે કોઈક તો શીખવાડશે. બદલાય છે આ દુનિયા અને પરિસ્થિતિ છતાં, સંસ્કાર ક્યારેય બદલાય નહીં, કોઈક તો શીખવાડશે. અઢળક પ્રશ્નો ગુંચવે છે મનમાં, રસ્તા નથી જડતાં; વિશ્વાસ રાખી આગળ વધતાં, કોઈક તો શીખવાડશે. રસ્તા ઊંચા- નીચા ને ખાડા ટેકરા ક્યાં નથી? હૃદયનાં ધબકારનું પ્રતિબિંબ છે, કોઈક તો શીખવાડશે. દુભે છે દિલ અહીં વર્ષો સુધી ને ઘાની તડપ ભારી, રાખી હૃદય મોટું ક્ષમા કરતાં, કોઈક તો શીખવાડશે.

ફરી....

*રચના:-* ફરી મઝધારમાં આવી ફસાયો છું. ફરી વિશ્વાસ કરી મૂળમાં ઘવાયો છું. અસમંજસની સ્થિતિ છે હરપળ, ફરી એ જોતાં નિશદિન રઘવાયો છું. જીવન હોય કઠિન શંકાને સ્થાન ક્યાં? તોય કાળની ચાલથી ફરી ડઘાયો છું. આંખોમાં હળવાશ ને આશ લઈ ફરું છું, નથી જાણતાં, હૃદયની પીડાથી હરાયો છું. સંબંધ સાચવતાં સ્પંદનો ભૂલ્યો હૃદયનાં, તેથી ભ્રમિત લાગણીમાં પળેપળ વપરાયો છું.

હાઈકુ - દંભ

*શીસક* :- દંભ ******************************* કૃપા તમારી દંભ તોડ્યો જગનો અખો આભારી ✍️ સોનલ ટેલર 

વળાંક

*શીર્ષક :- જિંદગી કેવો વળાંક લે છે* ******************************* મજધારમાં આવી નૈયા હાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. એ કશ્તિના સહારે જીવન બાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. ચડતી પડતીનું જીવન ચક્ર ને અમર નથી કોઈ એ જાણે, તોય કીર્તિની લોકો લાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. 'ફરજ ક્યાં મારી?' કહી મસ્તમૌલા બની ગાળે જીવન, પછી હકનો કાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. ફૂલોથી નાજુક છે આ જીવનદોર, ને ચૂંથ્યે જાય અકારણ; તોય અંત સમયે માફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. જીવ્યે ગયા કારણ વગર ને પાપ પુણ્યના પોટલાં બાંધ્યા, અંતે પાપ પુણ્ય 'એ' સાફ લે છે, જિંદગી કેવો વળાંક લે છે. ✍️ સોનલ ટેલર

સાયબો મારો

*શીર્ષક :- સાયબો મારો* ******************************* મારી પ્રેરણાનું મોતી છે સાયબો મારો. મારા જીવતરની જ્યોતિ છે સાયબો મારો. સૂરમાં, તાલમાં, લયમાં, ઢાળમાં વસતો; સંગીતના સાતે સૂર છે સાયબો મારો. તિમિર ઓગાળે પ્રેમથી જે પ્રકાશનું કિરણ, એ પ્રકાશની પહેલી કિરણ છે સાયબો મારો. ઇંતેજારમાં છું હું આવીને મળે તો જાણે, મારા આભ- અવનીનો છોર છે સાયબો મારો. સાનિંધ્ય જરૂર સાંપડશે મને ભાગ્યવશ એનું, કોણ જાણે મનમાં ક્યારથી વસે છે સાયબો મારો. ✍️ સોનલ ટેલર

નારી તું નારાયણી -હાઈકુ

શીર્ષક : નારી તું નારાયણી બની સોડમ સર્વત્ર મ્હેકે, નારી! તું નારાયણી  ✍️ સોનલ ટેલર ગામ - ચીખલી

મહત્વાકાંક્ષી પાખી

*રચના..........*      પાખી મહત્વાકાંક્ષી છોકરી. બાળપણથી જ પોતાને ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતાં માતા-પિતાને જોયેલા તેથી જ્યાં સુધી પોતે પગભર ન થાય ત્યાં સુધી લગ્ન નહીં કરે એવી જીદ કરેલી. પરંતુ ખૂબ જ સારો મુરતિયો મળવાથી માતા-પિતા લગ્નનો આગ્રહ કરતા. એકવાર પાખીની જીદ અને માતા-પિતાના આગ્રહ વચ્ચે વિવાદ થઈ ગયો અને પરિણામ સ્વરૂપે એક વર્ષનો સમય પાખીને મળ્યો. જેની શરત મુજબ જો એક વર્ષમાં પાખી પગભર ન થાય તો તેણે લગ્ન કરી લેવા. પાખીના લગ્ન પહેલાં પગભર થવાનાં પ્રયત્નો પુરજોશમાં ચાલુ થયા. ઘણી બધી અરજીઓ કરી પણ કોઈ પણ જગ્યાએથી સકારાત્મક પ્રતિભાવ ન મળ્યો. હવે, એક વર્ષનો સમય પણ પૂર્ણતાનાં આરે હતો. તેથી માતા-પિતા દ્વારા શોધેલા મુરતિયા સાથે સગાઇ નક્કી થઇ ગઈ. શરતને આધીન પાખી કંઈ કરી ન શકી અને સગાઇનો દિવસ આવી ગયો. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ત્યાં જ ડોરબેલ વાગ્યો. દરવાજો પાખીએ ઉઘાડ્યો. "પાખી શાહ માટે પત્ર છે", કુરિયરવાળાએ કહ્યું. "હું જ પાખી શાહ છું", કહીને પાખીએ પત્ર લીધો. પરબીડિયું ખોલીને પત્ર વાંચ્યા બાદ પાખી સ્તબ્ધ થઈ ગઈ. એક બાજુ સગાઈ સાથે જોડાયેલ મમ્મી-પપ્પાની ખુશી અને બીજી બાજુ તેના સપના...