પોસ્ટ્સ

માટે મન મીચેલું છે.

  લાગણી વિના જિંદગી બરફ ને હૃદય થીજેલું છે. લાગણીનો સ્પર્શ મળે માટે મન મીચેલું છે. વરાળ છે, ધુમ્મસ કે વાદળાં બંધાયા; વારિ બની વરસે, માટે મન મીચેલું છે. હસતો ચહેરો રાતે આવે છે શમણામાં, અકબંધ થઈ રહે, માટે મન મીચેલું છે. તરસ છે નજરોની ને જળ દીઠાં ઝાંઝવામાં, પાસ જતાં ઝાંઝવું દૂર ન થાય, માટે મન મીચેલું છે. હૂંફ મળે બહારથી તો બરફ બદલાય પાણીમાં, મિલન થાય પ્રેમથી, માટે મન મીચેલું છે.

નવી વસ્તુ

 હંમેશા નવી વસ્તુ શીખતાં રહેવું જોઈએ. મને ક્યાં એની જરૂર પડવાની છે! તો પછી શા માટે....? સાંભળ,  ઘણી વાર નવી વસ્તુ ફક્ત આપણને કામ લાગે એટલે નહી, પરંતુ અન્યને આપણાં થકી મદદ થઈ શકે, અન્યને ઉપયોગી થઈ શકાય એ માટે પણ શીખી લેવું જોઈએ. 

હું અને તું એપ્રિલ ફૂલ બનીએ

ચાલ આજે એક રમત રમીએ, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ. પેટ પકડીને જોરથી હસીએ, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ. રડવાના મોકા જ વધુ દેખાય છે આ જિંદગીમાં, ચાલ એક હસવાનો મોકો રચીને, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ. મીઠી તકરારનો ભાગ છે, આ રંગબેરંગી જિંદગીમાં; રુસણાં મનામણાં કરીને, તું ને હું એપ્રિલ ફૂલ બનીએ. મુરખ બને છે એ જે વિશ્વાસ કરે, આંખ મીંચીને જિંદગીમાં; બાળક બની, સૌ વાત માનીને; તું ને હું એપ્રિલ ફૂલ બનીએ. બહાનું છે એક પળનું, વાત કઈ ખાસ હશે એની જિંદગીમાં યાદગાર બનશે એ પળ માની લે, જો તું ને હું એપ્રિલ ફૂલ બનીએ.

સ્વભાવ

 વ્યક્તિને સૌથી વધારે દુઃખી કોણ કરે? વ્યક્તિનો પોતાનો સ્વભાવ.

ઈશની દેન - દિકરી

 દીકરાની મોહ- માયામાં, કેમ તરછોડી દીકરી સ્વીકારશો જો પ્રેમથી, તો બનશે તમારી લાડકી નસીબદાર એ નર 'ને ઘર, જ્યાં જન્મી છે દીકરી પાંગળું પ્રારબ્ધ ખીલી ઊઠે, જ્યાં અવતરે એ લાડકી કહે છે ' કુળ તારે દીકરો ને ભવ તારે છે દીકરી' દૂધ સાગરમાં વારંવાર, કેમ વહેતી એ લાડકી સંકુચિત એ સ્નેહ જે ભેદ કરે દીકરો ને દીકરી કુળને કાજે કાળીકા બને, ને રક્ષે કુટુંબ એ લાડકી ઈશની દેન, નિઃસ્વાર્થ પ્રેમ ને ભવ- ભવના પુણ્ય છે દીકરી વંચિત વન એ રહી ગયું, જ્યાં અવતરી નથી એ લાડકી

મને ગમે છે...

 કાજળ ભર્યા નયનનો મલકાટ મને ગમે છે. ન કહેવાયેલી વાતોનો ઉચાટ મને ગમે છે. ખુશીમાં ટપકેલું નવું નકોર આંસુ મને ગમે છે. ભીની આંખોમાં થયેલ એ ખુશી મને ગમે છે. કાજળ ભર્યા નયનના અઢળક પ્રશ્નો મને ગમે છે. જવાબ ન મળતા થતો એ ઉકળાટ મને ગમે છે. વિચારોના વમળમાં ડૂબેલ તે ચક્ષુ મને ગમે છે. કામણગારી આંખોની હર અદા મને ગમે છે. કાજળ ભરેલ આંખોમાં શબ્દો મને ગમે છે. કાજળ ભર્યા નયને કરેલ કવિતા મને ગમે છે.

તારા વિરહના શહેરમાં

  હૃદયમાં સ્પંદનો તો હજારો મળે પણ આપણે કેમ ન મળીએ કારણ, મળવાનું થાય એ રણમાં... તારા વિરહના શહેરમાં હૃદય ઉભરાય ને આંખો છલકાય યાદ આપણી અશ્રુ બની જાય કારણ, મળવાનું થાય એ રણમાં... તારા વિરહના શહેરમાં ફરી યાદ થાય ત્યારે ફરિયાદ પણ થાય જાણે યાદોના વમળમાં કોઈ પથ્થર ફેંકી જાય કારણ, મળવાનું થાય એ રણમાં... તારા વિરહના શહેરમાં અધરો પણ મલકાય 'ને નયનો પણ ઉભરાય પ્રત્યક્ષ મળવાની લ્હાયમાં તને; સ્મિત પણ રેલાય કારણ, નથી મળવું તને ફરીએ રણમાં... તારા વિરહના શહેરમાં